Satya Tv News

અંકલેશ્વર સુયો પેટમાં મારતા ઈજાઓ
જમવાનું મોડું આપવાનું કહેતા માર્યો સુયો
ગ્રાહકે વેટરને બરફ કાપવાનો સુયો મારમાયો

અંકલેશ્વરના મેટ્રો ફર્નીચર પાસે અલરબબાની આમલેટની લારી ઉપર જમવાનું મોડું આપવાનું કહેતા ઉશ્કેરાયેલા ગ્રાહકે વેટરને બરફ કાપવાનો સુયો પેટમાં મારતા ઈજાઓ પહોંચી હતી

અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં રહેતા આસિફ ઐયુબ ગૌરી અંકલેશ્વરના મેટ્રો ફર્નીચર પાસે અલરબબાની આમલેટની લારી ઉપર વેટર તરીકે કામ કરે છે જેઓ ગતરોજ લારી ઉપર હતા તે દરમ્યાન ઇકબાલ મરઘી આવ્યો હતો અને જમવાનું માંગતા થોડું મોડું થશે તેમ કહેતા તેણે ઝઘડો કર્યો હતો અને આવેશમાં આવી ગયેલા ઇસમેં વેટરને ધીક્કા પાટુનો માર મારી વેટરને પગ અને પેટના ભાગે બરફ કાપવાનો સુયો મારતા કામદારને ગંભીર ઈજાઓ પહોંચી હતી.ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો મારામારી અંગે શહેર એ ડીવીઝન પોલીસે ગુનો નોંધાવવા પામ્યો છે.

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી અંકલેશ્વર

error: