મંગળવાર એક ઓગસ્ટ 2023થી દેશમાં ઘણા મોટે ફેરફાર થવા જઈ રહ્યા છે. તેમાં રાંધણ ગેસ સિલિન્ડરના ભાવથી લઈને નવા ઘર ખરીદવા સુધીના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે.ક્રેડિટ કાર્ડથી લઈને ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા સુધી જોડાયેલા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. આવો જાણીએ કે ઓગસ્ટ 2023થી દેશમાં કયા- કયા ફેરફાર થવા જઈ રહ્યા છે.
એસેસમેન્ટ યર 2022-2023 માટે ઈનકમ ટેક્સ રિટર્ન એટલે કે ITR દાખલ કરવા માટે લાસ્ટ ડેટ 31 જુલાઈ 2023 હતી. જોકે આ ડેડલાઈન તે ટેક્સપેયર્સ માટે છે. જેમણે પોતાના ખાતાનું ઓડિટ નથી કરાવ્યું. 1 ઓગસ્ટથી તમારે ITR ભરવા માટે દંડ ભરવો પડી શકે છે.
ઓઈલ કંપનીઓએ ફક્ત કમર્શિયલ રસોઈ ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડ્યા છે. ઘરેલુ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ આ પ્રકારના ફેરફાર નથી કરવામાં આવ્યા. સરકારી ઓઈલ કંપનીઓ આ મહિનાની પહેલી તારીખે રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરી શકે છે.
મહારાષ્ટ્ર રિયલ સ્ટેટ રેગ્યુલેટરે ડેવલોપર્સની એક ઓગસ્ટથી બધી જાહેરાત અને પ્રમોશન પર QR કોડ લગાવવા કહ્યું છે. જેથી ઘર ખરીદનારને તેના વિશે તરત જાણકારી મળી શકે છે. આમ ન થવા પર ડેવલોપર્સને 50,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. દંડ લગાવ્યા બાદ પણ જો કોઈ ડેવલોપર્સ QR કોડ નહીં લગાવે તો તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
FSSIએ ભારતમાં પહેલી વખત બાસમતી ચોખા માટે મર્યાદા નક્કી કરી છે જે એક ઓગસ્ટથી લાગુ થશે. FSSIને આશા છે કે નક્કી સ્ટાન્ડર્ડ ગ્રાહકોના હિતોની રક્ષા કરશે અને આ સુનિશ્ચિત કરશે કે બજારમાં વેચવામાં આવતા બાસમતી ચોખાની ખાસ સુગંધ હશે. તેમાં કોઈ પણ પ્રકારની કૃત્રિમ સુગંધ અને રંગ નહીં હોય. આ નિયમ ભૂરા બાસમતી ચોખા, મિલ્ડ બાસમતી ચોખા, ઉકાળેલા ભુરા બાસમતી ચોખા અને મિલ્ડ ઉકાળેલા બાસમતી ચોખા પર લાગુ થશે.