પાકિસ્તાનથી પોતાના ચાર બાળકો સાથે ભારત આવેલી સીમા હૈદર ટૂંક સમયમાં પાંચમા બાળકની માતા બનવા જઈ રહી છે. સચિન મીનાના પરિવારના એક સભ્યએ જણાવ્યું કે સારા સમાચાર મળ્યા છે. ટૂંક સમયમાં જ અમારા પરિવારમાં બાળકનો અવાજ ગૂંજી ઉઠશે. આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં જોરજોરથી ચર્ચા ઉપડી છે કે સીમા હૈદર ગર્ભવતી છે.
ચર્ચા તો છેડાઈ છે પરંતુ હજુ સુધી ન તો સીમા હૈદરે કે સચિને આ વાતની પુષ્ટિ કરી નથી પરંતુ સમાચાર પાકા પાયે છે. તાજેતરમાં સચિન સીમા હૈદરને તપાસ માટે ડોક્ટર પાસે લઈ ગયો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
કહેવાય છે બંનેએ પહેલી મુલાકાતમાં જ મંદિરમાં લગ્ન કર્યા હતા. બીજી વખત સીમા હૈદર 15 દિવસના ટૂરિસ્ટ વિઝા પર પાકિસ્તાનથી તેના ચાર બાળકો સાથે 10 મેના રોજ કરાચી કરાંચીથી દુબઈ એરપોર્ટ પહોંચી હતી. આ પછી સીમા 12 મેના રોજ સવારે પોખરાથી બસ દ્વારા સિદ્ધાર્થનગરની રૂપંદેહી ખુનવા બોર્ડરથી ભારતમાં પ્રવેશી હતી.