ઓલપાડના દેલાડ ગામે તસ્કરો ત્રાટક્યા
3 તસ્કરોએ 2 ઘરને બનાવ્યા નિશાન
ઘરમાં કબાટ તોડતા કંઈ ન મળતા સામાન વેરવિખેર કરી નુકશાન
થોડા દિવસ અગાઉ પણ તસ્કરોએ 3 ઘરને બનાવ્યા હતા નિશાનસમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ
સુરતના ઓલપાડ દેલાડ ગામના બે મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. જોકે ઘરમાં કઈ નહિ મળતા વીલા મોઢે પાછા ફરવાનો વારો આવ્યો હતો. તેવામાં ચોરીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ જવા પામી હતી.
સુરતના ઓલપાડમાં આવેલ દેલાડ ગામના તસ્કરોનો આતંક વધ્યો છે. ગતરોજ રાત્રીના 3 જેટલા તસ્કરોએ ગામના બે બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા. જોકે ઘરમાંથી કબાટ તોડવા છતાં રોકડ કે સોના ચાંદી નહિ મળી આવતા સામાન વિરવિખેર કરી ઘરમાં નુકશાન કર્યું હતુ. જેને લઇ તસ્કરોને વીલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો હતો. તસ્કરોની આ સમગ્ર ઘટના નજીકમાં લગાવવામાં આવેલ CCTV કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. જેના આધારે પોલીસે તસ્કરોની પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે.
અત્રે નોંધનીય છે કે થોડા દિવસ આગાઉ જ તસ્કરોએ આજ ગામના ત્રણ મકાનોને નિશાન બનાવ્યા હતા. જેને લઇ ગ્રામજનોમાં ભય ફેલાતા પોલીસ નાઈટ પેટ્રોલિંગ વધારે તેવી માંગ ઉઠવા પામી છે.
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ઓલપાડ