Satya Tv News

ઉત્તર પ્રદેશના ઝાંસીમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક મહિલા પોતાના પતિના મોતનો આઘાત સહન ન કરી શકી અને ફક્ત 2 કલાકની અંદર જ તેનું પણ મૃત્યુ થયું. એક બાદ એક ઘરમાં બે મોત થવાથી પરિવારના લોકો પણ આઘાતમાં છે.

જિલ્લાના બધૌરા ગામમાં રહેનાર 50 વર્ષીય પ્રીતમ રવિવારે દરરોજની જેમ ભેંસ લઈને ખેતર પર ગયા હતા. વરસાદના કારણે ખેતરના રસ્તા પર બધૌરા ગામમાં ચેકડેમનું પાણી આવી જાય છે. ત્યાં જ જ્યારે પ્રીતમ ખેતર પર ગયા તો પાણીનું સ્તર ઓછુ હતું. પરંતુ આજુ બાજુના વિસ્તારમાં વરસાદ પડવાના કારણે જળસ્તર અચાનક વધી ગયું. આ વાતથી પ્રીતમ અજાણ હતા.

સાંજના સમયે પરત ફરતી વખતે ચેકડેમના પાણીમાં તેઓ ડૂબ્યા હતા. ઘણા સમય બાદ પણ તે ઘરે પાછા ન ફરતા પરિવારના લોકોએ તેમની શોધખોળ શરૂ કરી. ત્યારે ચેકડેમના કિનારે પ્રીતમના ચપ્પલ મળ્યા. ત્યાર બાદ પરિવારે પોલીસને જાણ કરી. ઘટના પર પહોંચીને પોલીસે સ્થાનીક તરવૈયાઓની મદદથી તપાસ શરૂ કરી અને પ્રીતમનો મૃતદેહ મળી આવ્યો. આ બાજુ ઘરે પ્રીતમના 47 વર્ષીય બીમાર પત્ની ગીતાને તેની જાણ થતા તે આઘાતમાં સરી પડ્યા. પોસ્ટમોર્ટમ બાદ પતિના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી હતી કે ત્યારે જ પત્ની ગીતએ પણ પતિના વિયોગમાં પોતાના પ્રાણ ત્યાગી દીધા.

error: