Satya Tv News

પૂર્વ કોંગ્રેસ નેતા અને ડેમોક્રેટિવ પ્રોગ્રેસિવ પાર્ટીના પ્રમુખ તથા જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ગુલામ નબી આઝાદ જમ્મુ કાશ્મીરના લોકોને કહી રહ્યા છે કે, હિન્દુ ધર્મ ઈસ્લામથી જુનો છે અને તમામ મુસલમાન પહેલા હિન્દુ જ હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો ગુલામ નબી આઝાદનો વીડિયો જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લાનો છે. ગુલામ નબી આઝાદ 9 ઓેગસ્ટે અહીં ભાષણ આપવા પહોંચ્યા હતાં. વીડિયોમાં આઝાદ કહે છે કે ઈસ્લામનો જન્મ 1500 વર્ષ પહેલા થયો હતો. ભારતમાં કોઈ પણ બહાર નથી. આપણે બધાં આ જ દેશના છીએ. ભારતના મુસલમાનો મૂળ હિન્દુ હતા, તેઓ બાદમાં કન્વર્ટ થઈ ગયા.

ગુલામ નબી આઝાદે કહ્યું કે કાશ્મીરમાં 600 વર્ષ પહેલા ફક્ત કશ્મીરી પંડિત હતા, બાદમાં કેટલાય લોકો કનવર્ટ થઈને મુસલમાન બની ગયા. આ દરમ્યાન આઝાદે લોકોને ભાઈચારો, શાંતિ અને એકતા બનાવી રાખવા માટે આગ્રહ કરતા કહ્યું કે, ધર્મને રાજનીતિ સાથે ન જોડવું જોઈએ. લોકોએ ધર્મના નામ પર વોટ ન આપવો જોઈએ.

આ ઉપરાંત તેમણે કહ્યું કે માટીમાં જન્મ્યા છીએ. આ માટ્ટીમાં જ ખાર થવાનું છે. ભાજપના કોઈ નેતાએ કહ્યું કે, બહારથી આવ્યા છે, કોઈ અંદરથી આવ્યા છે. હું તેમને કહેવા માગું છું કે અંદર-બહારથી કોઈ નથી આવ્યું. હિન્દુમાં સળગાવવામાં આવે છે, ત્યાર બાદ અસ્થીઓ નદીમાં પધરાવવામાં આવે છે. તે પાણી અલગ અલગ જગ્યાએ જાય છે. ખેતરોમાં પણ જાય છે એટલે કે આપણા પેટમાં જતું રહે છે.

error: