Satya Tv News

રૂ.૨૫૦૦૦/- ના મુદ્દામાલ સાથે કબ્જે લીધો

વાગરા પોલીસે બે શકુનીઓ ને વોન્ટેડ જાહેર કર્યા

વાગરા પી.એસ.આઈ. એ જુગાર રમતા શકુનીઓ વિરુદ્ધ કાયદા ની ધોશ વધારતા જુગાર રમતા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.વાગરા પંથકમાં જુગાર રમતા ખેલીઓને ઝબ્બે કરવા એ.કે.જાડેજા પો.સબ.ઇન્સ વાગરા પોલીસ મથક ના માર્ગદર્શન મુજબ શકુનીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.નોંધનીય છે કે વાગરા પોલીસ સ્ટાફને મળેલ બાતમી ને આધારે અંભેર ગામ થી ગૌલાદરા ગામ તરફ જવાના રોડ પર આવેલ નાળા પાસે ખુલ્લી જગ્યામાં રેઇડ કરતા ત્રણ ઇસમો ને જુગાર રમતા ઝડપી પાડયા હતા.તેઓની અંગ ઝડતીના તથા દાવ ઉપરના મળી કુલ રોકડા રૂપીયા.૨૫,૮૭૦/- નો મુદ્દામાલ કબ્જે કરી મુકેશભાઇ ભાયલાલભાઇ વસાવા ઉ.વ.૪૪ રહે,ઓચ્છણ,ઑડ ફળીયુ તા.વાગરા તેમજ ઇશ્વરભાઇ પ્રભુભાઇ રાઠોડ ઉ.વ.૫૭ રહે.અંભેર,મહાદેવ ફળીયુ તા.વાગરા તથા રાજેશભાઇ જંચતીભાઇ સોલંકી ઉ.વ.૩૮ રહે.અંભેર, નવીનગરી, તા.વાગરા જી.ભરૂચ ના ઓ ને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જ્યારે ડાહ્યાભાઇ ગોહિલ રહે.મુલેર, તા.વાગરા અને “ડોકટર” તરીકે ઓળખાતા પણીયાદરા, તા.વાગરા જી.ભરૂચ ના અજાણ્યા સખ્શ ને વોન્ટેડ જાહેર કરી તેઓ ને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી

ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા.

error: