ભારતમાં ઓનલાઈન ફ્રોડના કેસ ઝડપથી વધી રહ્યા છે. અવારનવાર નવા નવા ઓનલાઈન ફ્રોડના કેસ સામે આવી રહ્યા છે. એક નવો કેસ મુંબઈથી સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિની સાથે 6 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. પહેલા તેને એક નોકરીની ઓફર આપવામાં આવી અને બાદમાં તેની સાથે ઓનલાઈન ફ્રોડ કરવામાં આવ્યો.
38 વર્ષના વિક્ટિમ એક પ્રાઈવેટ સેક્ટરના બેંકમાં કામ કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક દિવસ તેમને એક અજાણ્યા નંબરથી બે લોકોનો ફોન આવ્યો. જેમણે ફાઈનાન્શિયલ ઈન્સ્ટીટ્યૂટમાં નોકરીની ઓફર કરી. તેના માટે તેમણે એક પ્રોસેસ ફોલો કરવા કહ્યું.
પીડિતને વધારે સેલેરી માટે નવી નોકરીની શોધ હતી એવામાં તેણે નવી નોકરીની ઓફર માટે હા કહી દીધી. ત્યાર બાદ પ્રોસેસમાં આગળ વધવા માટે પહેલા પીડિત પાસે 100 રૂપિયાનું પેમેન્ટ કરવા માટે કહેવામાં આવ્યું. જ્યાર બાદ તેણે પોતાના બેંક એકાઉન્ટથી સ્કેમર્સને પૈસા ટ્રાન્સફર પણ કર્યા.
ત્યાર બાદ ફ્રોડે નોકરીની પ્રોસેસ જણાવીને તેની પાસેથી બેંક ડિટેલ્સ લઈ લીધી અને બાદમાં એકી ઝાટકે બેંક એકાઉન્ટને ખાલી કરી દીધુ. પીડિતને જાણવા મળ્યું કે તેના એકાઉન્ટથી અનઓથોરાઈઝ્ડ ટ્રાન્ઝેક્શન થયા છે જેમાં તેના 5.46 લાખ રૂપિયા એકાઉન્ટથી ગાયબ થઈ ગયા. તેના બાદ તેમને ખબર પડી કે તે ઓનલાઈન ફ્રોડનો શિકાર થયો છે અને પછી આ મામલાની જાણકારી તેમણે પોલીસને આપી. પોલીસે FIR નોંધાવી તપાસ શરૂ કરી દીધી છે.