પ્રતિભાશાળી શિક્ષક નો એવોર્ડ પ્રાપ્ત કરતા ઉસ્માનગની બાપુ
અંકલેશ્વર ખાતે કલેકટર ના હસ્તે પ્રમાણ પત્ર એનાયત કરાયુ

ચાલુ વર્ષ ના પ્રથમ સત્ર દરમિયાન સમગ્ર ક્લસ્ટર માં ઉત્તમ શૈક્ષણિક કાર્ય,શાળાકીય સહ અભ્યાસિક પ્રવૃત્તિ,નાવીન્યપૂર્ણ પ્રયોગો,સામાજિક ક્ષેત્રે વગેરેમાં ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન આપનારા શિક્ષકોની સમગ્ર ગુજરાતમાં પસંદગી કરવામાં આવી હતી.આ અંગે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિભાશાળી શિક્ષકોને સ્વાતંત્ર દિન નિમિત્તે પ્રમાણ પત્ર આપી નવાજવામાં આવ્યા હતા.જેમાં આમોદ ના આછોદ ગામની કુમાર શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવતા કોલવણા ગામ ના વતની બાપુ ઉસ્માનગની ની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી પામ્યા હતા.તેમને અંકલેશ્વર ખાતે યોજાયેલ જિલ્લા કક્ષા ના સ્વતંત્ર પર્વ દિન નિમિત્તે કલેકટર ના હસ્તે પ્રમાણ પત્ર એનાયત કરવામાં આવ્યુ હતુ. પ્રતિભાશાળી શિક્ષક તરીકે ઉસ્માનગનીને એવોર્ડ પ્રાપ્ત થતા કોલવણા ગામમાં ખુશી ની લહેર પ્રસરી જવા પામી હતી.કોલવણા ગામનું ગૌરવ વધારવા બદલ સરપંચ ઝફર ગડીમલ,ગામ અગ્રણીઓ તેમજ શિક્ષણ સાથે જોડાયેલ વ્યક્તિઓ તેમજ આછોદ શિક્ષક ગણે તેમને અભિનંદન આપ્યા હતા.અને હજુ પણ શૈક્ષણિક ક્ષેત્રે તેઓ ખુબજ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.
ઝફર ગડીમલ,સત્યા ટીવી-વાગરા.