અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો છુટોછવાયો વરસાદ રહેશે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદમાં વરસાદની શક્યતા છે. સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં વરસાદની શક્યતા છે. દાદરાનગર હવેલી, દમણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તો જુનાગઢ, અમરેલી, ગીરસોમનાથ, કચ્છમાં પણ વરસાદ રહેશે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં 26 ઓગસ્ટ સુધી મહદઅંશે વરસાદી ઝાંપટા પડશે. 27થી 31 ઓગસ્ટ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડશે. 30-31 ઓગસ્ટ ચીનમાં ચક્રવાતના કારણે વરસાદની ગતિવિધિ અટકશે. જ્યારે 28 ઓગસ્ટથી રાજ્યમાં ગરમીમાં વધારો થશે. 23 સપ્ટેમ્બરથી ઉનાળાનો અહેસાસ થાય તેવી ગરમી વધી શકે છે.