Satya Tv News

ઝોમેટોના ડિલિવરી બોયઝ હડતાળ પર ઉતરીયા
ડિલિવરી બોયઝના પે આઉટમાં કંપની દ્વારા ઘટાડો
20 ઓર્ડર પર 1 હજારને બદલે પે આઉટમાં ઘટાડો
કંપની દ્વારા યોગ્ય પગલાં લેવાઈ તેવી માંગ 

ભરુચ શહેર ઝોમેટોના ડિલિવરી બોયઝના પે આઉટમાં કંપની દ્વારા ઘટાડો કરવામાં આવતા 50થી વધુ કર્મચારીઓએ અચાનક હડતાળ ઉપર ઉતરી પડતાં ઓનલાઈન ઓર્ડર અટવાઈ પડયા હતા.

ભરુચ શહેરમાં ઓનલાઈન ફ્રૂડ ડિલિવરી કરતાં ઝોમેટોના કર્મચારીઓએ આજે શનિવારે ભરૂચની કોલેજ રોડ ઉપર સર્વોદય હોટલ પાસે 50થી વધુ ડિલિવરી બોયઝ હડતાળ ઉપર ઉતરી પડ્યા હતા.કર્મચારીઓએ કંપનીના ટીએલ દ્વારા પે આઉટ ઓછું કરી દીધું હોવા સાથે ડિલિવરી ચાર્જ કરતાં પણ ઓછા રૂપિયા ચૂકવાતા કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. અને પહેલા 20 ઓર્ડર ઉપર 1 હજારને બદલે પે આઉટમાં ઘટાડો થતાં હાલમાં 500 રૂપિયા કરવામાં આવ્યા હોવા આક્ષેપ કરવામાં આવ્યા છે ,જેને પગલે પેટ્રોલ અને વાહનના મેન્ટેનન્સ સાથે ઘર ખર્ચ સામે ખૂબ ઓછા હોવાનું જણાવી વહેલી તકે કંપની દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે.

error: