Satya Tv News

ભરૂચ શહેર ના મધ્ય માં આવેલ જનરલ હોસ્પિટલ (સિવિલ )ખાતે ગત રાત્રીના સમયે અચાનક લાઈટ ડૂલ થઈ જતા અંધારપટ જેવો માહોલ સર્જાયો હ્તો, સતત 30 મિનિટ ઉપરાંત ના સમય દરમ્યાન હોસ્પિટલ માં વીજળી ડૂલ રહેતા દર્દીઓની હાલત કફોડી બની હતી તો ડોક્ટર સહિત નૉ સ્ટાફ વીજળી વગર કામગીરી કરતા નજરે પડ્યા હતા,

ભરૂચ સિવિલ હોસ્પિટલ નું ખાનગી કરણ બાદ અત્યાઆધુનિક રીતે ત્યાં દર્દીઓને સારવાર અપાતી હોવાના અનેક વાર દાવા સામે આવ્યા હતા, જ્યાં સમગ્ર જિલ્લા માંથી ગરીબ અને મધ્યમ વર્ગ ના દર્દીઓ સારવાર લઈ સાજા થવા માટે આવે છે તે જ સિવિલ માં જનરેટર નૉ પણ અભાવ ગત રાત્રી ના સમયે ગયેલ લાઈટમાં જોવા મળ્યું હતું,

સૂત્રો ના જણાવ્યા મુજબ સિવિલ હોસ્પિટલ માં જનરેટર ની વ્યવસ્થા છે તેમ છતાં રવિવાર ની રાત્રીના સમયે જનરેટર કેમ ન ચાલ્યું તે બાબત ચર્ચાનું કેન્દ્ર બની છે, સતત 30 મિનિટ ઉપરાંત ના સમય સુધી સિવિલ હોસ્પિટલ માં અંધારપટ છવાયેલો નજરે પડ્યો હ્તો તેવામાં આ પ્રકાર ની સર્જાતી સમસ્યા સામે સિવિલ ના કર્તા હર્તા ઓએ તપાસ કરવી પણ ખૂબજ જરૂરી જણાય છે,

error: