બાળ શિક્ષકો એ પોતાની વિવેક બુદ્ધિ થી શિક્ષક ની ભૂમિકા ભજવી
આમોદ ના કોલવણા ગામે પ્રાથમિક શાળા તેમજ હાઈસ્કૂલ માં શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી હતી.
બાળ શિક્ષકો એ પોતાની વિવેક બુદ્ધિ થી શિક્ષક ની ભૂમિકા ભજવી વિદ્યાર્થીઓને ભણાવ્યા હતા.પાંચમી સપ્ટેમ્બર ને પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ની યાદમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આમોદ ના કોલવણા ગામની આદર્શ પ્રાથમિક મિશ્ર શાળા અને ધી સાર્વજનિક હાઈસ્કૂલ માં પૂર્વ તૈયારી સાથે બાળકોએ એક દિવસ ના શિક્ષક,આચાર્ય અને પટાવાળા ની ભૂમિકા ભજવી શિક્ષક દિન ની ઉજવણી કરી હતી.શિક્ષક બનેલા બાળકોએ ધૈર્ય સાથે હાજર બાળકો ને અભ્યાસ નું ભાથુ પીરસ્યુ હતુ.પોતાના સાથે જ એકજ સ્કૂલ માં અભ્યાસ કરતા બાળકોએ શાળા ના અન્ય બાળકોને શિક્ષણ આપતા તેમણે ભણવા નો અનેરો લ્હાવો લીધો હતો.આ પ્રસંગે હાઈસ્કૂલની શાળાનું સંચાલન કરતા આચાર્ય આરઝુબાનું એ બાળકો ને શિષ્ટમાં રહી અભ્યાસ કરવા જણાવ્યુ હતુ.જ્યારે પ્રાથમિક શાળા ના આચાર્ય ફરહતબાનું એ મોડા પડેલા શિક્ષકોને જરૂરી સૂચના આપી હતી.સ્કૂલમાં શિક્ષક બનેલા બાળકોએ પોતે ભવિષ્યમાં શિક્ષક બનશે ની ખેવના વ્યક્ત કરી હતી.આ તબક્કે શ્રેષ્ઠ શિક્ષકો ને એવોર્ડ આપી નવાજવામાં આવ્યા હતા.આ પ્રસંગે આચાર્ય,શાળા પરિવારે સૌ ને અભિનંદન પાઠવ્યા હતા.
ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા.