Satya Tv News

ઉપપ્રમુખ પદે પાર્વતીબેન રાઠોડ બિરાજશે

ભરૂચ જિલ્લાના આઠ તાલુકામાં બીજી ટર્મ માટે નવ તાલુકા ની ચૂંટણી યોજાઈ હતી.જેમાં આઠ તાલુકા માં પ્રમુખ અને ઉપપ્રમુખ ની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.વાગરા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભૂપતસિંહ વાઘેલા ની બિનહરીફ વરણી થતા તેમને હારટોળા કરી સૌ એ વધાવી લીધા હતા.

ભરૂચ જિલ્લા ની નવ તાલુકા પૈકી આઠ તાલુકા માં પ્રમુખ-ઉપપ્રમુખ ની બિનહરીફ વરણી થવા પામી હતી.વાગરા તાલુકા પંચાયત માં પ્રમુખ અને ઉપપ્રમુખ ના પદ માટે એક-એક ફોર્મ ભરાતા પહેલેથીજ બંન્નેવ પદ બિનહરીફ થવા પામ્યા હતા.આજરોજ વાગરા તાલુકા પંચાયત ના સભાખંડમાં જિલ્લા પુરવઠા અધિકારી આર જે શાહ ની અધ્યક્ષતામાં બીજી ટર્મ માટે ઔપચારિક ચૂંટણી યોજાઈ હતી.જેમાં પ્રમુખ ના ઉમેદવાર ભૂપતસિંહ વાઘેલા ની દરખાસ્ત મહેશભાઈ રાઠોડે મુકતા તેમને જીતેન્દ્રસિંહ ઉર્ફે સંજયસિંહ ચાવડા એ ટેકો આપ્યો હતો.જ્યારે ઉપપ્રમુખ પદ ના ઉમેદવાર પાર્વતીબેન રાઠોડ ના નામની દરખાસ્ત એડવોકેટ વી.ડી. રોહિતે કરતા તેમને ઇમરાન ભટ્ટીએ ટેકો આપ્યો હતો.આમ બંન્નેવ પ્રમુખ અને ઉપ પ્રમુખ ને જિલ્લા પુરવઠા અધિકારી ની અધ્યક્ષતામાં તાલુકા વિકાસ અધિકારી એ સત્તાવાર તેમના નામની વરણી કરતા તેમના સમર્થકો ગેલ માં આવી ગયા હતા.આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ જીતેન્દ્રસિંહ સિંધા એ કારોબારી અધ્યક્ષ તરીકે નાગજીભાઈ ગોહિલ અને શાસક પક્ષ નેતા ના સ્થાને રમીલાબેન રાઠોડ ના નામની જાહેરાત કરી હતી.

ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા.

error: