વડોદરા રેન્જ આઈજી સંદિપ સિંહ અને જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા આગામી તહેવાર દારૂ જુગારની પ્રવૃત્તિ અટકાવવા માટે સ્પેશ્યલ પ્રોહીબિશનની ડ્રાઇવ યોજવા સૂચના આપેલ જેના આધારે એલસીબીના પી.આઈ.ઉત્સવ બારોટના માર્ગ દર્શન હેઠળ પી.એસ.આઈ. પી.એમ.વાળા સહિતની ટીમ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે વાગરાના રહાડગામ રહેતો બુટલેગર ઇમરાન મોહમ્મદ પટેલ ઇકો કાર નંબર-જી.જે.16.ડી.જી. 3155માં વિદેશી દારૂનો જથ્થો ભરી ઓરા ગાડી નંબર-જી.જે.16 .ડી.કે.1436 લઈ દારૂ ભરેલ ઇકો ગાડીનું પાયલોટીંગ કરી વાલીયા તરફથી આવી ભરૂચ તરફ જનાર છે.જે બાતમી આધારે પોલીસે જયાબેન મોદી હોસ્પિટલ પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી ગાડી આવતા પોલીસે તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 456 નંગ બોટલ મળી આવી હતી પોલીસે 62 હજારનો દારૂ અને ચાર મોબાઈલ તેમજ બે કાર મળી કુલ 10.40 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બુટલેગર ઇમરાન મોહમ્મદ પટેલ અને ચંદુભાઇ ડાહ્યાભાઇ વસાવા તેમજ પિન્ટુભાઇ છગનભાઇ પટેલને ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય ત્રણ મેનીશા ઇમરાનશા દીવાન સહિત ત્રણને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.