ભારતે પહેલા દિવસે પાંચ મેડલ જીત્યા હતા. પહેલો મેડલ શૂટિંગમાં આવ્યો હતો – જ્યારે મેહુલી ઘોષ, આશી ચૌકસી અને રમિતાએ મહિલાઓની 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં સિલ્વર જીત્યો હતો. ત્યારબાદ રોઈંગમાં પણ ભારતે બે સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બાદમાં રમિતા જિંદાલે મહિલાઓની 10 મીટર એર રાઈફલમાં ભારત માટે બ્રોન્ઝ જીત્યો હતો.
19મી એશિયન ગેમ્સમાં ભારતે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો છે. ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, રુદ્રાંશ પાટીલ અને દિવ્યાંશ પંવારની ત્રિપુટીએ પુરુષોની 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં આ ગોલ્ડ જીત્યો હતો. ત્રણેય ખેલાડીઓએ વ્યક્તિગત ક્વોલિફિકેશન રાઉન્ડમાં કુલ 1893.7 પોઈન્ટ મેળવ્યા હતા. આ સાથે આ ત્રણેયે બાકુ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચીન દ્વારા બનાવેલા વર્લ્ડ રેકોર્ડને પાછળ છોડી દીધો છે.
ભારતે અત્યાર સુધીમાં સાત મેડલ જીત્યા
મેહુલી ઘોષ, આશી ચોકસે અને રમિતા જિંદલ – 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટીંગ): સિલ્વર અર્જુન
લાલ જાટ અને અરવિંદ સિંહ, મેન્સ લાઇટવેટ ડબલ સ્કલ્સ (રોઈંગ): સિલ્વર
બાબુ લાલ અને લેખ રામ, મેન્સ કોક્સલેસ ડબલ્સ – (રોઈંગ): સિલ્વર
મેન્સ કોક્સેડ 8 ટીમ – (રોઇંગ): સિલ્વર
રમિતા જિંદાલ – મહિલાઓની 10 મીટર એર રાઇફલ (શૂટિંગ): બ્રોન્ઝ
ઐશ્વર્ય તોમર, રુદ્રાંક્ષ પાટીલ અને દિવ્યાંશ પંવાર, 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટ (શૂટિંગ): ગોલ્ડ
આશિષ, ભીમ સિંહ, જસવિંદર સિંહ અને પુનીત કુમાર – મેન્સ કોક્સલેસ 4 (રોઇંગ): બ્રોન્ઝ