કિશાન સંઘ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન
પૂરગ્રસ્તો માટે રાહત પેકેજ જાહેર કરાયું
ખેડૂતોની 2લાખ સુધીની લોન માફ કરવા માંગ
થયેલ નુકશાનની સહાય આપવા કિશાન સંઘે કરી માંગ
ઝઘડિયા કિશાન સંઘ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારમાં થયેલ નુકશાનના યોગ્ય વળતર માટે પ્રાન્ત અધિકારીને આવેદન પત્ર અપવામા આવ્યુ..
તાજેતરમાં નર્મદા નદીમાં આવેલ ભારે પૂરના પાણી ઝઘડિયા તાલુકાના કાંઠા વિસ્તારના ગામો અને ખેતરોમાં ઘુસી જતા ભારે નુકશાન થયું હતું, રાજ્ય સરકાર દ્વારા પૂર અસરગ્રસ્તો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, પરંતું આ પેકેજ અસરગ્રસ્તોને થયેલ નુકશાનને યોગ્ય અનુરૂપ ન હોવાની વાત સાથે આજરોજ ગુજરાત કિશાન સંઘ ઝઘડિયા તાલુકા દ્વારા ઝઘડિયા પ્રાન્ત અધિકારીને આવેદનપત્ર આપીને થયેલ નુકશાનને ધ્યાનમાં લઇને યોગ્ય સહાય અપાય તેવી માંગ કરી હતી. સંઘના ઝઘડિયા તાલુકા પ્રમુખ હેમરાજસિંહ રાઠોડની આગેવાની હેઠળ ખેડૂતો દ્વારા અપાયેલ આવેદનમાં પૂરગ્રસ્ત પરિસ્થિતિ અંતર્ગત ખેતીના વિવિધ પાકોને થયેલ નુકશાન, સિંચાઇને લગતા અન્ય ઉપકરણોને થયેલ નુકશાન, ટ્રેક્ટરોને થયેલ નુકશાન જેવી વિવિધ બાબતો સંદર્ભે નુકશાનને અનુરૂપ સહાય આપવાની સાથેસાથે ખેડૂતોની રૂ.બે લાખ સુધીની ક્રોપ લોન માફ કરવાની પણ માંગ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે તાજેતરમાં સરદાર સરોવર ડેમમાંથી લાખો ક્યુશેક પાણી છોડાતા નર્મદામાં પૂર આવતા કાંઠા વિસ્તારના ગામો તેમજ ખેતરોમાં પૂરના પાણી ઘુસી જતા ઘરવખરી ઉપરાંત ખેતીના પાકનો સફાયો થયો હતો.ત્યારે થયેલ નુકશાનને અનુરૂપ સહાય આપવામાં આવે તેવી કિશાન સંઘે માંગ કરી હતી.
વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ઝઘડિયા