પાકિસ્તાની ટીમ માટે ભારત વર્લ્ડ કપ રમવા માટેનો માર્ગ મોકળો થયો છે. ભારત સરકારે બાબરબાબર આઝમની કપ્તાનીવાળી પાક.ટીમ ભારત આવવાના વીઝા આપી દીધા છે. ભારતે માત્ર પાકિસ્તાનને જ નહીં પરંતુ અફઘાનિસ્તાનને પણ વીઝા આપ્યાં છે. વીઝા મળ્યાં બાદ હવે પાકિસ્તાની ટીમ 27 સપ્ટેમ્બરે હૈદરાબાદ પહોંચશે અને 29 સપ્ટેમ્બરે પહેલી પ્રેક્ટિસ મેચ રમશે. વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમને તેની પ્રથમ મેચ 6 ઓક્ટોબરે નેધરલેન્ડ સામે હૈદરાબાદમાં રમવાની છે.
વિઝા મેળવવામાં વિલંબ થવાને કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ખૂબ જ ગુસ્સે ભરાયેલું લાગતું હતું. તેણે વિઝા મળવામાં થઈ રહેલા વિલંબ અંગે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ને જણાવ્યું હતું અને ફરિયાદ પણ કરી હતી. પીસીબીએ આઈસીસીને કહ્યું હતું કે, વિઝામાં વિલંબ થવાથી પાકિસ્તાનની ટીમની તૈયારીઓ પર અસર પડી શકે છે.
બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન (વાઈસ કેપ્ટન), અબ્દુલ્લા શફીક, ફખર ઝમાન, હસન અલી, ઇફ્તિખાર અહમદ, ઈમામ ઉલ હક, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, સલમાન આગા, શાહીન આફ્રિદી, ઉસામા મીર, સૌદ શકીલ, હરીસ રઉફ, મોહમ્મદ વસીમ જુનિયર.