પાકિસ્તાનના કરાચીમાં લશ્કર એ તૈયબાના વડા હાફિઝ સઈદના નજીકના સહયોગીને અજાણ્યા લોકોએ ગોળી મારી દીધી હતી. ગંભીર રીતે ઈજા પામ્યા બાદ તેનું મૃત્યુ થયું હતું. મુફ્તી કૈસર ફારૂક લશ્કરના સહ-સ્થાપક હતા. તે રસ્તા પર ચાલી રહ્યો હતો ત્યારે એક બાઇક સવારે તેને નજીકથી ગોળી મારી દીધી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.