Satya Tv News

ખડ ખંડાલી તેમજ પહાજ ગામે મુસ્લિમ અગ્રણીઓ દ્વારા શૌર્યયાત્રા નું સ્વાગત

વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળ ની કેન્દ્રીય યોજના પ્રમાણે હિન્દુ યુવાનો માં પોતાના પૂર્વજોના પરાક્રમ નું ગૌરવ થાય તેમજ સાંસ્કૃતિક ધરોહરો તથા હિન્દુઓના ગૌરવશાલી ઇતિહાસ પ્રત્યે હિન્દુઓનું શૌર્ય જાગૃત થાય તે હેતુથી શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન કરાયુ છે.જે યાત્રા ભારતભર માં દરેક જિલ્લા સ્તર પર ફરશે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ શૌર્ય જાગરણ યાત્રા યોજાઇ હતી.બજરંગ દળ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ ના સહયોગ થી આયોજિત શૌર્ય યાત્રા ખડ ખંડાલી ગામે આવી પહોંચતા સાજીદ ભટ્ટી ઉર્ફે સાજભા દ્વારા ફુલહાર કરી યાત્રા નું સ્વાગત કરાયુ હતુ.ત્યારબાદ વાગરા નગર ખાતે યાત્રા શાંતિપૂર્ણ માહોલ માં પરિભ્રમણ કરી આગળ ધપી હતી.જે પહાજ ગામે પહોંચતા વાગરા તાલુકા ભાજપ પ્રમુખ જીતુ ભાઈ સિંધા તેમજ મુસ્લિમ અગ્રણી હમિદ રાણા એ શૌર્યયાત્રા નું સ્વાગત કર્યું હતુ.

          અત્રે નોંધનીય છે કે ખડ ખંડાલી તેમજ પહાજ ગામે મુસ્લિમ સમાજ ના અગ્રણીઓ શૌર્યયાત્રા નુ સ્વાગત કરી કોમી એકતા નું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યુ હતુ.શૌર્યયાત્રા પહાજ,ઓચ્છણ,કેશવાણ,ત્રાંકલ થી ગોલાદરા,નરણાવી કડોદરા,વાવ,જી.એ.સી.એલ ચોકડી થઈ દહેજ,લખીગામ, જાગેશ્વર પહોંચી હતી.ઉક્ત શૌર્યયાત્રા માં જિલ્લા લેવલ થી બાઇક સવારો સામેલ થયા હતા.વધુમાં આમોદ-જંબુસર સહિત વાગરા નગરના મોટરસાયકલ સવારો પણ જોડાયા હતા.યાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા બે ડી.વાય.એસ.પી તથા  પોલીસ ઇન્સપેક્ટર તેમજ  પી.એસ.આઈ સહિત અનેક પોલીસ જવાનો ઉપરાંત જી.આર.ડી. ના સહયોગીઓ બંદોબસ્ત માં મોટી સંખ્યામાં જોડાયા હતા.ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં યોજાયેલ શૌર્યયાત્રા દરમિયાન સેલંબા નગર ખાતે કેટલાક અસામાજિક તત્વોએ કાંકરિચાળો કરતા બે સમુદાય વચ્ચે ઘર્ષણ સર્જાતા અશાંતિ ફેલાઈ હતી.પરંતુ વાગરા નગરના જાગૃત તેમજ સમજુ નાગરિકો અને વાગરા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતા બા જાડેજા ની કુનેહપૂર્વક ની કામગીરી ને પગલે શૌર્યયાત્રા સૌહાર્દપૂર્ણ વાતાવરણ માં સંપન્ન થવા પામી હતી.

ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા.

error: