Satya Tv News

28 ડિસેમ્બર, 2023 ના રોજ મેસેચ્યુસેટ્સના ડોવરમાં 50 લાખ ડોલરની હવેલીમાં 57 વર્ષીય રાકેશ કમલ, તેમની પત્ની ટીના કમલ, અને તેમની કોલેજ જતી પુત્રી એરિયાના કમલની લાશ મળી આવી હતી.પોલીસને રાકેશ કમલની ડેડબોડી પાસે એક ગન મળી આવી છે. ટીના અને એરિઆનાની ડેડબોડી પર ગોળી વાગવાના નિશાન છે.રાકેશ કમલ પાસે પૈસા-ટકાની કોઈ ખોટ નહોતી તેમનો બિઝનેસ પણ સારો ચાલતો હતો તો પછી એકાએક એવું તે શું બન્યું કે તેમણે આવી રીતે મરવું પડ્યું અને ઘરનાની પણ હત્યા કરી. પોલીસ તપાસમાં એવો ખુલાસો થયો છે કે ઘરમાં થતા અવારનવાર ઝગડાને કારણે રાકેશે આવું પગલું ભર્યું હતું. પત્ની અને દીકરી બન્ને રાકેશ કમલને તંગ કરતાં હોવાનું પણ સામે આવ્યું છે. ઘરેલુ ઝગડાથી કંટાળીને તેમણે પોતાના હાથે જ પરિવારનો ઘાત કરી નાખ્યો.

Created with Snap
error: