અભિજીત સિંહે ગુરુગ્રામ પોલીસને જણાવ્યું છે કે તેની કેટલીક અશ્લીલ તસવીરો દિવ્યા પહુજાના કબજામાં હતી. આ તસવીરો થકી મોડેલ તેને બ્લેકમેઇલ કરતી હતી. તે અવારનવાર તેની પાસેથી પૈસા લેતી હતી. તે છેલ્લા કેટલાક દિવસોથી વધુ પૈસાની માંગ કરી રહી હતી. 2 જાન્યુઆરીએ અભિજીત સિંહ દિવ્યાને ગુરુગ્રામની હોટલ સિટી પોઈન્ટ પર લઈ આવ્યો હતો. ત્યાં તેણે તેણીને તેના ફોટા કાઢી નાખવાનું કહેવાનું શરૂ કર્યું. જ્યારે તેણે તેનો મોબાઇલ પાસવર્ડ માંગ્યો તો તેણે તેને આપવાની ના પાડી દીધી. આથી આરોપીને ખૂબ ગુસ્સો આવ્યો હતો. આ પછી તેણે ગુસ્સામાં આવીને મોડલ દિવ્યા પહુજાને ગોળી મારી દીધી હતી.
મોત બાદ આરોપીએ હોટલના બે કર્મચારીઓ હેમરાજ અને ઓમ પ્રકાશ સાથે મળીને તેની લાશને પોતાની બીએમડબલ્યુ કારમાં રાખી હતી. આ પછી કર્મચારીઓ દિવ્યાની લાશને ચાદરમાં લપેટીને લઈ ગયા હતા જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. ત્યારબાદ તેણે તેના બે સાથીઓને બોલાવ્યા અને લાશનો નિકાલ કરવા માટે તેની કાર તેમને આપી હતી.
દિવ્યાએ તેના ગેંગસ્ટર પ્રેમી સંદિપ ગડોલીને હનીટ્રેપમાં ફસાવીને પોલીસ પાસે એન્કાઉન્ટર કરાવ્યું હતું. 2016માં મુંબઈમાં સંદીપનું એન્કાઉન્ટર થયું હતું. દિવ્યા સંદીપના એન્કાઉન્ટરમાં આરોપી પણ હતી. સરવાળે હનીટ્રેપથી બ્લેકમેલ કરવામાં જ દિવ્યાને જીવ ગુમાવવાનો વારો આવ્યો.