ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝ, સોની પીક્ચર્સ નેટવર્ક ઈન્ડિયા, અને વીડિયોકોમ 18 જેવા બ્રોડકાસ્ટર્સે સામાન્ય લોકોને મોટો આંચકો આપ્યો છે. આ તમામ બ્રોડકાસ્ટર્સે વધી રહેલા કન્ટેન્ટ ખર્ચને સરભર કરવા માટે ટીવી ચેનલોના ભાવમાં વધારો કરી દીધો છે. જેના કારણે હવે ગ્રાહકનું માસિક બિલ વધશે. Network18 અને Viacom18ની IndiaCastએ તેમની ચેનલોના ભાવમાં 20-25 ટકાનો વધારો કર્યો છે તેમજ Zee કંપની એ પણ 9-10 ટકાનો વધારો કર્યો છે.
બ્રોડકાસ્ટિંગ ફર્મના એક અધિકારીએ જણાવ્યું હતું કે BCCIના ઉમેરાને કારણે Viacom18 સબસ્ક્રિપ્શન રેવન્યુમાં ડબલ ડિજિટ ગ્રોથનું લક્ષ્ય બનાવી રહ્યું છે. મોંઘવારીના કારણે સોની અને ઝી પણ તેમના પેકમાં વધારો કર્યો છે. મીડિયા રિપોર્ટમાં એક સૂત્રના જણાવ્યા અનુસાર, ડિઝનીએ હજુ તેની કિંમત જાહેર કરી નથી. બીસીસીઆઈના મીડિયા અધિકારો ગુમાવ્યા બાદ તે આના પર ઊંડાણપૂર્વક વિચારી રહી છે.