Satya Tv News

પંકજ ત્રિપાઠી બોલીવુડના જાણીતા એક્ટર છે પરંતુ તેઓ આજકાલ ખૂબ નારાજ થઈ ગયા છે કારણ કે તેમને રામ મંદિર ઉદ્ધાટનનું આમંત્રણ મળ્યું નથી. આ વાતે તેઓ ખૂબ નારાજ થઈ ગયા અને તેમણે તરત ચૂંટણી પંચના બ્રાન્ડ એમ્બેસેડર પદેથી રાજીનામું આપી દીધું હતું. તેમના રાજીનામાને ઉદ્ધાટનના આમંત્રણ નહીં સાથે જોડવામાં આવી રહ્યું છે. ઓક્ટોબર 2022માં ચૂંટણી પંચે પંકજ ત્રિપાઠીને નેશનલ આઈકોન બનાવ્યાં હતા.

રામ મંદિરના અભિષેકની વિધિ ખૂબ જ ભવ્ય થવા જઈ રહી છે. 22મી જાન્યુઆરીના રોજ આયોજિત આ ઐતિહાસિક દિવસના સાક્ષી બનવા માટે ફિલ્મ જગતના ઘણા મોટા સ્ટાર્સ હાજર રહેશે. બોલિવૂડ અને સાઉથથી લઈને ટીવી જગતના સેલેબ્સને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. અનુપમ ખેરને અયોધ્યા રામ મંદિરમાં રામ લાલાના અભિષેક સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. કંગના રનૌતઆ યાદીમાં કંગના રનૌતનું નામ પણ સામેલ છે. આ વાતની જાણકારી ખુદ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર આપી છે. બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને પણ આ ભવ્ય સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું છે. તે ઉપરાંત પણ બીજા ઘણા એક્ટર સામેલ છે.

error: