Satya Tv News

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેપ્ટન વિલંબ પર જાહેરાત કરી રહ્યા છે, તે દરમિયાન અચાનક પીળા રંગની હૂડી પહેરેલી એક મુસાફર કેપ્ટન તરફ દોડે છે અને તેના મોઢા પર થપ્પડ મારી દે છે. કેપ્ટનની નજીક ઉભેલી ફ્લાઈટ એટેન્ડન્ટ તરત જ તેના બચાવમાં આવે છે અને કેપ્ટનની સામે ઉભા રહીને પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કરે છે. આ પછી આરોપી પેસેન્જરને સ્કાય બ્લુ હૂડી પહેરેલા અન્ય વ્યક્તિ દ્વારા પાછો ખેંચવામાં આવ્યો. આ પછી કેબિનમાં હંગામો શરૂ થયો. વાયરલ વીડિયોમાં ફ્લાઈટ એટેન્ડન્ટ કેપ્ટનનો બચાવ કરતા સાંભળી શકાય છે, “સર, તમે આ નથી કરી શકતા. ઘણા મુસાફરોએ આરોપીના વર્તનને યોગ્ય ઠેરવતા વિલંબ માટે ઇન્ડિગોને જવાબદાર ઠેરવ્યું અને તેને ઘણી ઝાટકણી કાઢી હતી.લોકો હવે તે પેસેન્જર સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. આ ફ્લાઈટ ક્યાં જઈ રહી હતી તે હજુ સ્પષ્ટ નથી.

error: