Satya Tv News

એક મહિના પહેલા ફિલ્ડ્સે આરોપ લગાવ્યો હતો કે તેને આ ઈન્ડસ્ટ્રીમાં યૌન ઉત્પીડનનો સામનો કરવો પડે છે. તેણે જાહેરમાં તેનો ખુલાસો કર્યો હતો. તેણે જે પડકારજનક વાસ્તવિકતાનો સામનો કરવો પડ્યો હતો તે સમજાવતાં ફિલ્ડ્સે જણાવ્યું હતું કે, “પહેલા તો ઘણા લોકોએ વિચાર્યું હતું કે મને નોકરી પર રાખીને તેઓ મારી સાથે જે ઇચ્છે છે તે કરી શકે છે, પરંતુ પછી હું ઘરે આવી, સ્નાન કર્યું અને રડી મારી સાથે આવું ઘણી વાર બન્યું. સમાજ ગંદકીથી ભરેલો છે. સ્ત્રી બનવું અને ફિલ્મ બનાવવી ખૂબ જ મુશ્કેલ છે. થેના મોતનું રહસ્ય ગૂંચવાયું છે. તેની હત્યા થઈ છે કે તેણે આત્મહત્યા કરી છે તેને લઈને પોલીસ તપાસ શરુ કરી છે. થોડા દિવસો પહેલાં જ થેનાએ ફિલ્મી ઉદ્યોગ પર ચોંકાવનારો આરોપ કર્યો હતો.

પેરુની જાણીતી સ્ટાર થેના ફિલ્ડ્સનું અવસાન થયું છે. થેના ફિલ્ડ્સની લાશ તેના ઘરમાંથી મળી છે. ફિલ્ડ્સ પેરુના પ્રખ્યાત સ્ટાર્સમાંના એક હતી અને તે હજી માત્ર 24 વર્ષની હતી.

error: