Satya Tv News

શિયાળામાં ફ્લાઈટ કેન્સલ અથવા ફ્લાઈટમાં વિલંબ એ કંઈ નવી વાત નથી. ગાઢ ધુમ્મસને કારણે દર વર્ષે આવું થાય છે. છેલ્લા ઘણા દિવસોથી ઓછી વિઝિબિલિટીના કારણે ફ્લાઈટ્સ મોડી અને કેન્સલ થઈ રહી છે. એવામાં હવાઈ ​​મુસાફરો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. હવે તમે તમારા વ્હોટ્સએપ પર સીધા જ ફ્લાઈટમાં વિલંબ વિશે માહિતી મેળવી શકશો. ભારતીય ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જારી કરી છે, જેના હેઠળ એરલાઇન્સે મુસાફરોને ફ્લાઇટની સ્થિતિ વિશે રીઅલ-ટાઇમમાં જાણ કરવી પડશે, જેમાં વિલંબ અથવા કેન્સલેશન વિશેની માહિતીનો સમાવેશ થાય છે. મુસાફરોને વ્હોટ્સએપ, SMS અથવા ઈ-મેલ દ્વારા ફ્લાઈટમાં વિલંબ વિશે જાણ કરવામાં આવશે.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ તમામ એરલાઇન્સને એરપોર્ટ પર સ્ટાફને સંવેદનશીલ બનાવવા કહ્યું.

-DGCAએ કહ્યું કે એરપોર્ટ પર રાહ જોઈ રહેલા મુસાફરોને ફ્લાઈટના વિલંબ અંગે અગાઉથી જાણ કરવી જોઈએ.

-એરલાઇન્સે તેમની ફ્લાઇટના વિલંબને લગતી ચોક્કસ રીઅલ-ટાઇમ માહિતી શેર કરવી પડશે.

-ફ્લાઇટમાં વિલંબ અને કેન્સલેશન વિશે અસરગ્રસ્ત મુસાફરોને એસએમએસ/વોટ્સએપ અને ઇ-મેઇલ દ્વારા અગાઉથી માહિતી આપવાની રહેશે.

-એરપોર્ટ પર એરલાઇન સ્ટાફે લોકો સાથે યોગ્ય રીતે વાતચીત કરવી અને મુસાફરોને ફ્લાઇટના વિલંબનું કારણ ગંભીરતાથી સમજાવવું મહત્વપૂર્ણ છે.

  • સૂચનાઓમાં કહેવામાં આવ્યું છે કે તમામ એરલાઈન્સે તાત્કાલિક અસરથી ઉપરોક્ત SOPનું ફરજિયાતપણે પાલન કરવું પડશે.
error: