સોશિયલ મીડિયા પર સોશિયલ મીડીયા પર સૌથી ચર્ચિત ટૉપિક છે રામલલાની મૂર્તિ.. પાંચ વર્ષના રામલલાનું મનમોહક સ્વરૂપ રામ ભક્તોના મનમાં વસી ગયું છે. પણ શું તમે રામલલાની મૂર્તિએ આંખો પટપટાવવી એ દૃશ્ય જોયું છે? હવે તમે વિચારતા હશો કે આવું ક્યારે બન્યું. જેમાં રામલલા એમની પાંપણો પટપટાવવી રહ્યા છે, સાથે જ ચહેરા પર સ્મિત કરતા જોવા મળે છે. વાયરલ વીડિયો જોઈને લાગે છે કે રામલલાની મૂર્તિ જીવંત થઈ ગઈ છે અને રામલલા તેમના ભક્તો પર તેમના આશીર્વાદ વરસાવી રહ્યા છે.
આપણે બધા જાણીએ જ છીએ કે ટેકનોલોજી કેટલી વિકસિત થઈ ગઈ છે અને હાલ AI દ્વારા લોકો કઈં પણ શક્ય કરી શકે છે. રામલલાની મૂર્તિનો આ જે એનિમેટેડ વિડીયો વાયરલ થયો તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર AI નો ઉપયોગ કરીને કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વાયરલ વીડિયોને શેર કરીને પ્રતિક્રિયા આપી રહ્યા છે. જોકે, લોકો એમ પણ કહી રહ્યા છે કે રામલલાનો AI અવતાર ખૂબ જ સુંદર લાગી રહ્યો છે.