Skip to main content

Satya Tv News

દુબઈની એક રેસ્ટોરેંટનાં એક ગ્રાહકનું બિલ જોઈને મોઢું ખુલ્લું જ રહી જશે. સાલ્ટ બેઈ salt bae નામના એક ફેમ તુર્કીનાં શેફ નુસરત ગોક્સેએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો જે જોઈને લોકો ચોંકી ગયાં છે. તેમણે ખાવાની ચીજોનાં એક બિલનો વીડિયો શેર કર્યો. બિલ 108,500 ડોલર એટલે કે આશરે 90,23,028 રૂપિયાનો બન્યો છે. આ તેમના દુબઈનાં રેસ્ટોરેંટમાં એકવાર ખાવાનાં બિલનો વીડિયો છે જે કેટલાક લોકોએ ગત અઠવાડિયે ચુકવ્યું હતું.આ વીડિયો શેર કરતાં તેમણે કેપ્શનમાં લખ્યું કે- ‘પૈસા આવે છે, પૈસા જાયે છે’ બિલમાં ઓર્ડર કરેલી ડિશ અને ડ્રિંક્સની સાથે-સાથે તેમણે તેના ભાવ પણ લખ્યાં.

બિલમાં જોઈ શકાય છે કે રેસ્ટોરેંટમાં આવનારા લોકોએ અનેક ડીશ ઓર્ડર કરી હતી. હવે આ ફૂડ ડીશનાં ભાવ તો જુઓ કેટલા વધારે છે. ચોંકાવનારી વાત તો ત્યારે બની જ્યારે ગ્રાહકોએ 24500 ડોલર એટલે કે 20 લાખ રૂપિયાની ટીપ રેસ્ટોરેંટને આપી.

error: