છ જિલ્લાની બનેલી દક્ષિણ ગુજરાત પ્રજાપતિ સમાજ સુરત સંસ્થા દ્વારા સમૂહલગ્નોત્સવની ભવ્ય ઉજવણી કરવામા આવી.
કાયૅક્રમની શરૂઆત કુ.આયાૅએ સત્યમ, શિવમ સુંદરમ ની પ્રાથૅના દ્વારા કરી હતી. ત્યારબાદ જીવનદીપ વિદ્યાલયના વિદ્યાથીૅઓ દ્વારા કૌશલ્યા નંદન રામને યાદ કરી ઉપસ્થિત મહેમાનોનુ સ્વાગતગીત દ્વારા સ્વાગત કરવામા આવ્યુ હતુ.
સમૂહલગ્નોત્સવમા ચાર યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. સમૂહ લગ્નોત્સવની સાથે બ્લડ ડોનેશન કેમ્પ, સવૅરોગ નિદાન શિબિર, રાહતદરે નોટબુક વિતરણ ઉપરાંત ઉચ્ચ સિધ્ધિ હાંસલ કરનાર સમાજના તેજસ્વી તારલાઓનુ સન્માન પણ કરવામા આવ્યુ હતુ. ઘણા બધા બ્લડ દાતાએ બ્લડ ડોનેશન કરી પૂણ્ય કયાૅનો લ્હાવો લીધો હતો.જયારે સવૅ રોગ નિદાન શિબિરનો પણ જ્ઞાતિજનોએ લાભ લીધો હતો. તત્ત્વમસિ કેર યુનિટનો પણ લાભ લેવામા આવ્યો હતો. કન્યાદાનમાં લગભગ ૩૧ કરતા વધુ વસ્તુઓ દાનમા આપવામા આવી હતી. આ શુભ પ્રસંગે ડો. પરિમલ લાડ તથા તેમના ધમૅપત્ની વૈશાલીબેન, ડો. આદિત્ય લાડ, અગ્રણી ઉદ્યોગપતિ શ્રી જયેશભાઇ ધીરજભાઇ મિસ્ત્રી તથા તેમના ધમૅપત્ની શ્રીમતી માયાબેન, ડો. વિમલ પટેલ તેમજ ડો. દિવ્યા પટેલ,પૂવૅ કોપોૅશ્રી કમલેશભાઈ સેલર, એપીએમસી ચેરમેન શ્રી સતિષભાઇ પટેલ, કોપોૅશ્રી નરેન્દ્ર પાંડવ, કેયુરભાઇ ચપટવાલા, શ્રી કિશોરભાઈ મિયાણી, શ્રી નગીનભાઇ મિસ્ત્રી, શ્રી પ્રભુદાસ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.સંસ્થાના કાયૅકરોની સુદર ટીમ વકેૅ સમૂ. લગ્નોત્સવ ઉંબરે ઉભી સાભળુ રે બોલ વાલમના ને સફળતા અપાવી હતી