31 જાન્યુઆરીની સવારે વિજય પુત્રને બાઈક પર બેસાડીને કોલ્ડડ્રીંક લઈને આવ્યો હતો અને તેનું ધ્યાન બીજે દોરીને તેમાં સોડિયમ નાઇટ્રેટ ઉમેરી દીધું હતું. કોલ્ડ ડ્રિંક પીને વિશાલ બેભાન થઈ ગયો ત્યાર બાદ લાશ ઘર નજીકના નાળામાં ફેંકી દીધી હતી. વિજય બાટુ તરીકે ઓળખાતો આરોપી દરજીનું કામ કરે છે અને સોલાપુર શહેરમાં તેની પત્ની અને બે બાળકો સાથે રહે છે. હત્યારાએ શરૂઆતમાં તેના 14 વર્ષના પુત્ર વિશાલની હત્યા તેની પત્ની તેમજ પોલીસથી છુપાવી હતી. 13 જાન્યુઆરીના રોજ વિજય તેની પત્ની સાથે પુત્ર ગુમ થયાની ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન ગયો હતો. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. થોડા દિવસ બાદ પોલીસને દંપતીના ઘર પાસે નાળામાંથી છોકરાની લાશ મળી આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં વિશાલના શરીરની અંદર સોડિયમ નાઇટ્રેટ નામનું ઝેર મળી આવ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી વિજયના પરિવાર અને પડોશીઓની પૂછપરછ શરૂ કરી હતી.
પૂછપરછ દરમિયાન વિજયે આપેલી માહિતીમાં પોલીસને શક પડ્યો હતો જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ હતી તેમ તેમનો શક હકીકતમાં ફેરવાયો પરંતુ આ દરમિયાન 28 જાન્યુઆરીએ વિજયે તેની પત્ની સમક્ષ કબૂલાત કરી હતી કે તેણે તેના પુત્રની હત્યા કરી હતી. ત્યારબાદ વિજયની પત્ની કીર્તિએ તેના પતિની કબૂલાત અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે વિજયની ધરપકડ કરી હતી અને ૨૯ જાન્યુઆરીએ તેને મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તેને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. વિજયે જણાવ્યું હતું કે, વિશાલ અન્ય વિદ્યાર્થીઓને પરેશાન કરે છે અને અભ્યાસ પર ધ્યાન નથી આપતો તેવી સ્કૂલમાંથી ફરીયાદો મળી હતી. શાળામાંથી તેના પુત્ર વિશે ફરિયાદો મળ્યા બાદ વિજય નારાજ હતો. વિજય વિશાલના ઘરે વર્તન અને એડલ્ટ ફિલ્મોના તેના વ્યસનથી પણ નાખુશ હતો.