Satya Tv News

મધ્યપ્રદેશમાં ફટાકડાં ફેક્ટરીમાં વિસ્ફોટની ઘટના સામે આવી રહી છે. ફેક્ટરીમાં એક પછી એક વિસ્ફોટના અવાજ સંભળાઈ રહ્યા છે. જેના લીધે ઊંચી ઊંચી આગની જ્વાળાઓ ઊઠી રહી છે. આ ફેક્ટરીમાં કામ કરનારા અનેક લોકો તેમાં ફસાયા હોવાની આશંકા છે. કેટલાક અહેવાલોમાં 12 લોકોના મોતનો દાવો કરવામાં આવી રહ્યો છે.  માહિતી અનુસાર ફેક્ટરીની બહાર શબ વિખેરાયેલા જોવા મળી રહ્યા છે. મૃતકાંક વધી શકે છે. ઘાયલોની સંખ્યા પણ 50ને વટાવી ગઈ હોવાની માહિતી મુખ્યમંત્રી મોહન યાદવે આપી હતી.   તેમણે કહ્યું કે આગ પર કાબૂ મેળવવો એ અમારી પ્રાથમિકતા છે. આ ઘટના વિશે વિગતવાર માહિતી કેન્દ્ર સરકારને આપી દેવામાં આવી છે.  તેમણે કહ્યું કે ઘાયલોને મફત સારવાર આપવાનો નિર્ણય લેવાયો છે. 

error: