Satya Tv News

ન્યૂઝીલેન્ડના અખબારના કહેવા પ્રમાણે પાઈન હિલ વિસ્તારમાં રહેતા 28 વર્ષીય ગુરજીત સિંહનો મૃતદેહ તેમના ઘરની બહાર મળ્યો હતો. તેમના શરીર પર તિક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા હતા. એ પછી પોલીસે એક વ્યક્તિની આ મામલામાં ધરપકડ કરી હતી. જોકે હજી તેની ઓળખ જાહેર કરવામાં આવી નથી પણ પોલીસે તેને ડુનેડીન કોર્ટમાં રજૂ કર્યો છે.

ગુરજીત સિંહ મૂળે પંજાબનો રહેવાસી હતો.તેને ન્યૂઝીલેન્ડ મોકલવા માટે તેા પિતાએ પોતાની જમીન વેચી દીધી હતી. ન્યૂઝીલેન્ડમાં ગુરજીત ટેલિકોમ કંપનીમાં કામ કરતો હતો. ગુરજીતના મિત્રે કહ્યુ હતુ કે, ગુરજીતની પત્ની પંજાબમાં હતી અને તે પોતાની પત્નીને ન્યૂઝીલેન્ડ લાવવા માટે ઉત્સાહિત હતો.

ગુરજીતના પિતા નિશાન સિંહનુ કહેવુ છે કે, ન્યૂઝીલેન્ડ પોલીસે આરોપીને પકડીને સારુ કામ કર્યુ છે પણ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમને સંતોષ નહીં થાય. દરમિયાન ન્યૂઝીલેન્ડના સ્થાનિક પંજાબી સમુદાયે પણ ગુરજીતના પરિવારને મદદ કરવા માટે પ્રયાસો શરુ કર્યા છે.

ગુરજીતને જાણનારા લોકોએ કહ્યુ હતુ કે, તેમની કોઈની સાથે દુશ્મની નહોતી પણ તેમને ઘરમાં કોઈ ઘૂસી જશે તેવો ડર લાગતો હતો. તેમણે પોતાની ઘરની સુરક્ષા માટે ચારે તરફ સીસીટીવી કેમેરા લગાવ્યા હતા.

error: