ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ વિલાયત ના CSR વિભાગ દ્વારા દેરોલ અને વાહલુ ગામ ખાતે રહેતા દિવ્યાંગો ને ટ્રાય – સીકલ અર્પણ કરવામાં આવી હતી.જન્મ થી જ પોલીઓ અસરગ્રસ્ત લોકો વિકલાંગતા ની તકલીફના કારણે તેમનુ જીવન ખૂબજ મુશ્કેલીઓ સાથે વ્યતીત કરતા હતા.



જેથી તેઓનું જીવન સરળતા ભરેલું બને અને સ્વનિર્ભર બની જીવનમાં આગળ વધી શકે તે માટે ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝના CSR વિભાગ ટ્રાય સીકલ ની સહાય કરવામાં આવી હતી.આ તબક્કે વહાલુ અને દેરોલ ગામના ઉપ સરપંચ અનુક્રમે સૂહેલ ભાઈ અને દિલાવર ભાઈ,પંચાયત બોડી સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગામલોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો.દિવ્યાંગો ને આત્મનિર્ભર બનવવા બદલ કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો.અને જણાવ્યું હતું કે આપ સમાજના ઉત્થાન માટે હમેશાં કટિબધ્ધ રહો છે અને અનેક વિકાસ લક્ષી કામો ગામ માટે કરતા રહો છો તે બદલ અમો ગામ વતી કંપની ને બીરદાવ્યે છીએ. ભવિષ્યમાં આવી રીતે સમાજ સાથે ઊભા રહેશો તેવી આશા પણ વ્યક્ત કરીએ હતી.આ પ્રસંગે ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લી. વિલાયત ના યુનિટ હેડ સંજય વર્મા,HR હેડ કરણ મિસ્ત્રી ના માર્ગદર્શન હેઠળ CSR વિભાગ ના હેડ હેમરાજ પટેલ અને પ્રકાશ ગામીત દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યુ હતુ.
ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા