પોલીસ અધિક્ષક તેજસ્વિની ગૌતમ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે જણાવ્યું કે ટ્રક અને સ્કોર્પિયો વચ્ચેની અથડામણમાં 5 લોકોના મોત થયા હતા. મૃતકોના મૃતદેહને નોખાની જિલ્લા હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. ટક્કર એટલી જોરદાર હતી કે સ્કોર્પિયોના ટુકડા થઈ ગયા હતા.મૃતકોની ઓળખ ગુજરાતના ડો. પ્રતિક, તેમની પત્ની હેતલ, ગુજરાત કોમ્યુનિટી હેલ્થ ઓફીસર ર્ડા. પૂજા તેમના પતિ અને તેમની 18 મહિનાની પુત્રીનું મૃત્યું થવા પામ્યું છે. ટક્કર એટલી જોરદાર હતી કે પાંચેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટના અંગે મૃતકના પરિજનોને જાણ કરવામાં આવી છે.
ટક્કર એટલી જોરદાર હતી કે અડધું વાહન ટ્રકની નીચે દબાઈ ગયું હતું. નજીકના લોકોએ ભારે મુશ્કેલીથી લોકોને કારમાંથી બહાર કાઢ્યા હતા. અકસ્માતના કારણે નેશનલ એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. તમામ મૃતકો ગુજરાતમાંથી પહેલગાંવ કાશ્મીર ફરવા ગયા હતા અને પરત ફરતી વખતે એક કરૂણ અકસ્માત સર્જાયો હતો.