Satya Tv News

વિક્રાંત મેસીએ વર્ષ 2018માં એક વિવાદિત ટ્વિટ કર્યું હતું, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. વિક્રાંત મેસીએ વર્ષ 2018માં ટ્વિટ કર્યું હતું, તેમાં ‘ભગવાન શ્રીરામ અને સીતા માતાનો સંવાદ દર્શાવવામાં આવ્યો હતો. આ ટ્વિટમાં સીતા માતાના હાથમાં ન્યૂઝપેપર છે. ન્યૂઝપેપર વાંચીને સીતા માતા ભગવાન રામને કહી રહ્યા છે કે, હું ખુશ છું કે, મારું અપહરણ રાવણે કર્યું હતું, તમારા ભક્તોએ નહીં.’ જેના કારણે ફેન્સ વિક્રાંત મેસીની ટીકા કરી રહ્યા છે. વિરોધ થયા પછી વિક્રાંત મેસીએ આ પોસ્ટ હટાવી દીધી છે અને ટ્વિટ કરીને હિંદુ સમુદાય પાસેથી માફી માંગી છે. વિક્રાંત મેસીએ આ ટ્વિટ અંગે સ્પષ્ટતા કરીને માફી માંગી છે.

વિક્રાંત મેસીએ માફી માંગતા ટ્વિટ કર્યું છે કે, ‘હિંદુ સમુદાયને હર્ટ કરવું અને તેમને બદનામ કરવા કે અપમાન કરવાનો ઈરાદો નથી. હું મજાકમાં કરવામાં આવેલ તે ટ્વિટ વિશે વિચારું છું, તો હું તેના પાછળનો અર્થ પણ સમજું છું. આ જ બાબત હું છાપાના કાર્ટૂનને એડ કર્યા વગર પણ કહી શકતો હતો. જે લોકોને મારા ટ્વિટથી દુ:ખ થયું તે તમામ લોકોની હું ખૂબ જ વિનમ્રતા સાથે તમામ લોકોની માફી માંગું છું. હું તમામ આસ્થા, વિશ્વાસ અને ધર્મને સર્વોચ્ચ સમ્માન આપું છું. આપણે તમામ લોકો સમય સાથે મોટા થઈએ છીએ અને પોતાની ભૂલ અંગે વિચાર કરીએ છીએ. હું પણ મારી તે ભૂલ વિશે આપ સહુની માફી માંગી રહ્યો છું’.

error: