બે-ત્રણ દિવસથી રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે જેમાં રાત્રીના ઠંડી અને દિવસભર ગરમી લાગી રહી છે. આ વચ્ચે હવામાન વિભાગની આગાહી અનુસાર શુક્રવાર અને શનિવારના રોજ રાજ્યના ઘણા વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી શકે છે. ત્યારે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો વાગરા પંથકમાં ગતરોજ મોડી રાત્રીના વાતાવરણમાં પલટા સાથે ગાજ વીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. અચાનક વરસેલા કમોસમી વરસાદ વરસવાના કારણ ખેડૂતોમાં પાકને નુકસાનની દહેશત જોવા મળી હતી. જોકે, શુક્રવાર અને શનિવારે પણ વરસાદની આગાહી છે ત્યારે કમોસમી વરસાદ ન થાય તેવી આશા ખેડૂતોએ વ્યક્ત કરી છે.