Skip to main content

Satya Tv News

બબીતા ​​અને ટપુની સગાઈ થઈ ગઈ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને આજે કોઈ ઓળખની જરૂર નથી. આ સીરિયલમાં બબીતા ​​જીનું પાત્ર ભજવનાર કલાકાર મુનમુન દત્તા હંમેશા કોઈને કોઈ વિષયને લઈને ચર્ચામાં રહે છે. ત્યારે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે, અભિનેત્રી મુનમુન દત્તા અને ટપુનું પાત્ર ભજવનાર રાજ અનડકટે સગાઈ કરી લીધી છે.

બબીતા અને ટપુએ સગાઈ કરી લીધી છે. કલાકારનાં નજીકનાં સૂત્રોએ જાણકારી આપી હતી. જેમનાં નજીકનાં સબંધીએ મુનમુન અને રાજને મુંબઈ બહાર એક સાદા સમારંભમાં સગાઈ કરી લીધી હતી. થોડા દિવસ પહેલા જ તેઓની સગાઈ થઈ છે. બંનેએ વડોદરા (ગુજરાત)માં રિંગ્સની આપલે કરી હતી. મુનમુન અને રાજના પરિવારજનોએ તેમના સંબંધોનો સ્વીકાર કર્યો છે અને તેઓ સગાઈમાં પણ હાજર હતા.

સૌથા ચોંકાવનારી વાત તો એ છે કે રાજ અનાદકટની ઉંમર 27 વર્ષ છે. જ્યારે મુનમુન દત્તાની ઉંમર 36 વર્ષ છે. એટલે કે રાજ અનાદકટ મુનમુન દત્તાથી 9 વર્ષ નાનો છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બંને પરિવારોની હાજરીમાં એક-બીજાને સગાઈની રિંગ પહેરાવી હતી

error: