Satya Tv News

આસામ પોલીસમાં ફરજ બજાવતાં DSP કિરણ નાથનો મોટો કાંડ સામે આવ્યો છે. DSP કિરણ નાથે પોતાના જ ઘરમાં કામ કરતી 15 વર્ષની નોકરાણી પર દિવસો સુધી રેપ કર્યો હતો અને ઘરમાં ગોંધી રાખી હતી. એટલું જ નહીં પરંતુ પરિવારમાં સભ્યો પણ તેને ટોર્ચર કરતાં હતા. પીડિતા છેલ્લા કેટલાક સમયથી ડીએસપીના ઘરમાં કામ કરતી હતી. હવસખોર અધિકારી પીડિતાને ઘરની બહાર જવા પણ દેતો નહોતો.

પીડિતાએ કહ્યું કે આરોપી અધિકારીએ બળજબરીથી તેને ઘરમાં પૂરી રાખી હતી અને તેની પર રેપ કરતો હતો. ઘરના સભ્યો પણ તેને ટોર્ચર કરતાં હતા. પોલીસે આરોપી પોલીસ અધિકારીની તત્કાળ ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

error: