Satya Tv News

CHIATAR

ધારાસભ્ય અને ભરૂચ લોકસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા નર્મદા જિલ્લામાં પ્રવેશ કરી શકશે નહિ. તેમના મતવિસ્તારના મોટી સંખ્યામાં મતદાર આ વિસ્તારના હોવા છતાં તેમણે ચૂંટણી પ્રચાર માટે કાર્યકરો ઉપર નિર્ભર રહેવું પડશે. અદાલતે ચૈતર વસાવાની અરજી ફગાવી લીધી છે.

સૂત્રો અનુસાર ચૈતર વસાવાએ નર્મદા સેસન્સ કોર્ટમાં નર્મદા જિલ્લામાં પ્રવેશબંધીની શરત રદ કરવાની અરજી કરી હતી. ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશબંધીની શરતે જામીન આપવામાં આવ્યા છે જેની સામે ચૈતર વસાવાએ કોર્ટ સમક્ષ અરજી પ્રવેશબંધી રદ કરવા અપીલ આપી હતી. ચૈતર વસાવા હજુ પણ નર્મદા જિલ્લામાં પ્રવેશ કરી શકશે નહીં

error: