Satya Tv News

પાણી સહિતના કામો બાબતે ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવા રજુઆત કરતો વીડિયો કર્યો હતો વાયરલ

https://www.instagram.com/reel/C5ff1qHANIL/?utm_source=ig_web_copy_link

વાયરલ વીડિયો બાદ શિક્ષકને સ્પેન્ડ કરી દેવાતા આદિવાસી સમાજે શિક્ષકના સમર્થનમાં આપ્યું કલેક્ટરને આવેદનપત્ર

ડેડીયાપાડાના માથરસા ગામના રહેવાસી અને પાનખર પ્રાથમિક શાળાના શિક્ષક ભારજી વસાવા દ્વારા પોતાના ગામમાં પાણીની સમસ્યા અંગેનું વિડીયો વાયરલ કર્યો હતો અને જેમાં ભરૂચ લોકસભા ભાજપનો ઉમેદવાર મનસુખ વસાવા પર ટિપ્પણીઓ કરવામાં આવી હતી જે બાદ તેમને તાત્કાલિક પાનખલા પ્રાથમિક સ્કૂલમાં થી સસ્પેન્ડ કરી દેવામાં આવતા આદિવાસી સમાજમાં સરકારના પ્રતિનિધિઓ સામે રોષની લાગણી ફેલાયેલી જવા પામી છે .આજરોજ માથરસા સહિતના ગામના આદિવાસી સમાજના આગેવાનો અને યુવકો દ્વારા શિક્ષક ભારજી મંછા વસાવાના સમર્થનમાં કલેકટરને આવેદનપત્ર પાઠવી વિરોધ કરવામાં આવ્યું હતું. આ બાબતે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા સરકાર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સરકાર દ્વારા માત્ર કાગળ પર જ આદિવાસીઓ માટેની યોજનાઓ મૂકવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે આદિવાસીઓ માટેનું સ્મશાન ગૃહ પણ ઉપલબ્ધ નથી ત્યારે સરકાર માત્ર આદિવાસીઓને જુઠા વાયદા કરે છે પણ આદિવાસીઓ માટે કોઈ વિકાસના કામ કરવામાં નથી આવી રહ્યા ત્યારે શિક્ષક ભારજી મંછાભાઈ વસાવાને સાચી રજુઆત કરતા જે સ્પેન્ડ કરી દેવાયા છે જે નિંદનીય બાબતે છે આદિવાસી સમાજ આ વખોડી નાખે છે અને શિક્ષક ભારજી મંછાભાઈ વસાવા ને પુનઃનોકરીમાં લેવામાં આવે જેથી કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું હિત પણ જળવાય રહે અને આદિવાસી બાળકોને એક સારા અને સાચા શિક્ષકનું માર્ગદર્શન ની માંગ સાથે દેશના રાષ્ટ્રપતિ અને ગુજરાતના મુખ્યમંત્રી ને સંબોધી એક આવેદનપત્ર પાઠવામાં આવ્યુ હતુ…

error: