હાથરસ: ઉત્તર પ્રદેશના હાથરસમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સંબંધમાં ભાઈ-બહેને એકબીજા સાથે લગ્ન કરીને પતિ-પત્ની બની ગયા છે. એટલુ જ નહીં પણ સરકારી રુપિયાને ખાવા માટે પરણેલા કપલના પણ ફરી વાર લગ્ન કરાવ્યા છે.
- ઉત્તર પ્રદેશ
- સ્થાનિક લોકોની ફરિયાદ બાદ મામલો ખુલ્યો હતો. તેના પર સ્થાનિક એસડીએમે એક્શન લેતા તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.
- હાથરસમાં મુખ્યમંત્રી સામૂહિક વિવાહ સંમેલનમાં મળતા રૂપિયા માટે છેતરપીંડી કરવામાં આવી હતી. અહીંના સિકંદરારાઉના મોહલ્લા ગઢી બુદ્ધુના રહેવાસી બે પરણેલા કપલે ફરીથી લગ્ન કર્યા હતા. તેની સાથે જ સંબંધમાં ભાઈ-બહેન થતાં યુવક-યુવતીના પણ લગ્ન કરાવ્યા હતા. આ મામલાને લઈને સ્થાનિક લોકોએ એસડીએમ પાસે તેની ફરિયાદ કરી હતી. હવે તેની તપાસના આદેશ આપ્યા છે.
- મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, ફરિયાદ કરનારાઓએ જણાવ્યું છે કે, નગર પાલિકાના એક કર્મચારીએ તેમના ફળિયાના બે પરણેલીની મહિલાના ફરીથી લગ્ન કરાવ્યા. આ ઉપરાંત સંબંધમાં ભાઈ-બહેનના લગ્નનો પણ આરોપ લગાવ્યો છે.
આ લોકોએ અનુદાનમાં મળતા સરકારી રૂપિયા લઈને જલસા કર્યા હતા. મામલામાં ઈઓનું કહેવું છે કે, ફરિયાદની તપાસ થશે અને દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. એસડીએમ વેદ સિંહ ચૌહાણે કહ્યું કે, મામલો ધ્યાનમાં આવ્યો છે. યોગ્ય તપાસ કરીને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. અહીં ઉલ્લેખનિય છે કે, હાથરસમાં ગત 15 ડિસેમ્બરે સામૂહિક વિવાહ સંમેલન આયોજીત કરવામાં આવ્યો હતો.
તેમાં 217 કપલે લગ્ન કર્યા હતા. યોજના અનુસાર, એક કપલને લગ્ન પર 51 હજાર ખર્ચ થાય છે. જેમાં 31 હજાર દુલ્હનના ખાતામાં અને 10 હજાર વરરાજાના ખાતામાં નાખવામાં આવે છે.