Satya Tv News

સારંગપુરમાં દુકાનમાંથી ઝડપાયો ભંગાર
એક ઇસમને શંકાસ્પદ હાલતમાં ધરપકડ
કુલ 1.89 લાખનો જથ્થો કર્યો કબ્જે

અંકલેશ્વરના સારંગપુર ગામના પદ્માવતી નગર સ્થિત ભંગારની દુકાનમાંથી શંકાસ્પદ ભંગાર સાથે એક ઇસમને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો હતો

ભરુચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જીલ્લામાં ઘરફોડ ચોરીના ગુનાઓ બનતા અટકાવવા અને વણશોધાયેલ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા આપેલ સૂચનાને પગલે એલસીબીના પી.આઈ અને પી.એસ.આઈના માર્ગ દર્શન હેઠળ સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સારંગપુર ગામના પદ્માવતી નગરમાં રોશન અમરનાથસીંગ પોતાની ભંગારની દુકાનમાં શંકાસ્પદ મોટરો,કોપરનો જથ્થો સંતાડી રાખે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી લોખંડની 8 મોટર,કોપર વાયર અને સ્ટીલ મળી કુલ 1.89 લાખનો જથ્થો કબ્જે કરી ભંગારના વેપારી રોશન સિંગની ભંગાર અંગે પૂછપરછ કરતાં તેણે સંતોષકાર જવાબ નહીં આપતા પોલીસે મૂળ યુપી અને હાલ અંકલેશ્વરના સારંગપુર સ્થિત લક્ષ્મણનગરમાં ભાડેથી રહેતો રોશન સિંગ અમરનાથ સિંગની શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

error: