મુંબઈની એક ભારતીય મહિલા ફરઝાના બેગમ હાલ પાકિસ્તાનમાં છે. તે તેના પાકિસ્તાની પતિની છેતરપિંડીનો ભોગ બની હોવાનું કહેવાઈ રહ્યું છે. તે પાકિસ્તાનમાં પોતાના બાળકોની કસ્ટડી લેવા માટે લડી રહી છે. તેણે પોતાના બાળકો વગર પાકિસ્તાન છોડવાની સ્પસ્ટ ના પાડી દીધી છે. તેનું કહેવું છે કે તેના બાળકોનો જીવ પાકિસ્તાનમાં જોખમમાં છે. ફરઝાના બેગમે 2015માં પાકિસ્તાની નાગરિક મિર્ઝા મુબિન ઈલાહી સાથે અબુધાબીમાં લગ્ન કર્યા હતા. ફરઝાના દેને બે પુત્રો છે અને તે 2018માં પાકિસ્તાન આવી હતી.
ફરઝાનાનો આ કેસ જાહેર હેડલાઇન્સમાં આવ્યો હતો જ્યારે તેણે કથિત રૂપે તેના પુત્રોની કસ્ટડી અને તેના પતિની સંપત્તિમાં હિસ્સાની માંગ કરી હતી. અહીં તેના પતિનો દાવો છે કે તેણે ફરઝાનાને છૂટાછેડા આપી દીધા છે. પોતાના પતિના દાવાને નકારી કાઢતાં ફરઝાનાએ કહ્યું કે, “જો તેણે મને છૂટાછેડા આપી દીધા છે, તો તેના માટે સર્ટિફિકેટ હોવું જોઈએ. “પાકિસ્તાનમાં સંપત્તિના વિવાદને કારણે મારું અને મારા બાળકોનું જીવન જોખમમાં છે. મને મારા ઘરમાં કેદ કરી લેવામાં આવી છે અને મારા બાળકો ભૂખથી પીડાઈ રહ્યા છે.
પોતાના પુત્રો વિના ભારત પરત ફરવાની ના પાડતા ફરઝાનાએ આ મામલાનો ઉકેલ ન આવે ત્યાં સુધી પાકિસ્તાન સરકાર પાસે સુરક્ષાની માંગ કરી હતી. “લાહોરમાં કેટલીક મિલકતો છે જે મારા પુત્રોના નામે છે. મારા પતિ પાસે મારા અને મારા બાળકોના પાસપોર્ટ છે. ફરઝાના મુબીન ઇલાહીની બીજી પત્ની છે. ઇલાહીને પહેલેથી જ પાકિસ્તાની પત્ની અને બાળકો છે.
ફરઝાનાએ આરોપ લગાવ્યો છે કે મુબિન ઇલાહી તેને ભારત પરત ફરવા અને સંપત્તિ પર નિયંત્રણ છીનવી લેવાની ધમકી અને ધમકાવવાનું કાવતરું ઘડી રહ્યો છે. ફરઝાનાના વકીલ મોહસિન અબ્બાસે કહ્યું, “મુબીન ઇલાહી ખોટી અફવાઓ ફેલાવી રહી છે કે ફરઝાનાના વિઝાની મુદત પૂરી થઈ ગઈ છે જ્યારે તેનો પાસપોર્ટ તેની પાસે છે. આ મામલો એટલા માટે ચર્ચાનો વિષય બની ગયો છે કારણ કે ફરઝાના પોતાના વિઝા સ્ટેટસ અંગે સ્પષ્ટ નથી અને તે પોતાના પુત્રો વિના ભારત નહીં જાય તે વાત પર અડગ છે. “હું મારા પુત્રો વિના ક્યારેય ભારત પાછી નહીં ફરું.