આજના જમાનામાં વેર વાળવાની રીત પણ હવે અશ્લિલ બની છે. સંબંધો તૂટી જતાં કે બીજી રીતે કોઈ રીતે વેર લાવવા માગતા લોકો હવે સાવ પશુતાની હદે જઈ રહ્યાં છે અને માત્ર પોતાનો અહમ સંતોષાય એટલે કોઈને મર્યાદા ભંગ કરતાં હોય છે. એમપીના ભોપાલમાં આવી એક શરમજનક ઘટના બની છે.
ભોપાલના ઐશબાગની 19 વર્ષની મહિલા યુવતી સાથે 22 વર્ષીય વ્યક્તિની સગાઈ થઈ હતી. યુવતીએ કમને સગાઈની હા પાડી હતી કારણ કે તેને બીજા યુવાન સાથે લફરું હતું.
24 ફેબ્રુઆરીના રોજ, જ્યારે સગાઈ કરનાર દંપતી વીડિયો કોલ પર ચેટ કરી રહ્યું હતું, ત્યારે તે યુવાને તેની મંગેતરને ન્યૂડ થવાનું કહ્યું હતું અને યુવતી થઈ પણ હતી, આ દરમિયાન યુવાને સ્ક્રીન કેપ્ચરથી તેનો ન્યૂડ વીડિયો ઉતારી લીધો હતો. હવે આ દરમિયાન સોમવારે યુવતીએ યુવાન સાથે પરણવાની ના પાડી અને તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી.
યુવાનને જ્યારે પોતાની મંગતરના ભાગી જવાના સમાચાર મળ્યાં ત્યારે તેણે અશ્લિલ વેર લેવાનો નિર્ણય કરતાં પોતાની પાસે રહેલો ન્યૂડ વીડિયો બરાબર તેના પતિને સુહાગરાતના દિવસે મોબાઈલમાં મોકલી દીધો હતો. આ જોઈને દુલ્હાના તો હોશ ન રહ્યાં.
આ પછી દુલ્હાએ આ ન્યૂડ વીડિયો તેની માતા અને ભાઈને દેખાડ્યો હતો. ત્યાર બાદ આ બન્નેની સલાહ પર દુલ્હાએ ન્યૂડ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. પોલીસે આ કેસમાં યુવતીના પૂર્વ મંગેતેર તથા દુલ્હો, તેની માતા અને ભાઈ સામે ગુનો દાખલ કર્યો છે.
સગાઈ કે લગ્ન તૂટવાના કે ભાગી જવાના કિસ્સામાં અશ્લિલ વીડિયો વાયરલ કરીને વેર વાળવાની આજકાલ જાણે પ્રથા થઈ ગઈ છે. આવા ઘણા કિસ્સામાં સામે આવતાં રહે છે. જે ખરેખર ગંભીર છે.