Satya Tv News

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે જાગરણ પર્વ અંતર્ગત કારોબારી બેઠકમાં 55 (પંચાવન )થી વધુ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં મતદાર જાગરણ અભિયાન અંતર્ગત પ્રાંત સંગઠનમંત્રીશ્રી સરદારસિંહજી મછાર,માધ્યમિક સંવર્ગમાંથી રાજેન્દ્રસિંહજી રાઉલજી, આચાર્ય સંવર્ગમાંથી જીગ્નેશભાઈ શાહની ઉપસ્થિતિમાં રાષ્ટ્રહિતમાં 100% મતદાન થાય તે માટે જાગરણ પર્વનુ માર્ગદર્શન આપવામાં આવ્યું રાષ્ટ્હીત માં100% મતદાન થાય ,મતદાર જાગૃતિ અભિયાનમાં શિક્ષકોની ભૂમિકા, દરેક વિસ્તારમાં બાળકોનાં વાલીને વૉટનુ મહત્વ અને સમજ સાથે મતદાર જાગૃતિ,ગ્રુપ બેઠકોનું આયોજન જેવા વિવિધ કાર્યક્રમો આગામી સમયમાં આપવાની ચર્ચા કરવામાં આવી, સાથે સાથે અત્યાર સુધી જિલ્લા અને તાલુકા દ્રારા મતદાન જાગરણ પર્વ અંતર્ગત થયેલ કાર્યની ચર્ચા કરવામાં આવી અને આગામી દિવસોમા થનાર કાર્યક્રમો વિશે આયોજન અંગેનું વૃત કથન લેવામા આવ્યું.


,ત્યારબાદ જિલ્લા અઘ્યક્ષશ્રી દેવેન્દ્રભાઈ જાદવ અને જિલ્લા મહામંત્રી મહેન્દ્રભાઈ વસાવા દ્રારા સંયુક્ત રીતે સમગ્ર બેઠકનું સંચાલન કરવામાં આવ્યું. આભાર દર્શન અને કલ્યાણ મંત્ર બોલી બેઠકની પૂર્ણાંહુતી કરવામાં આવી


મતદાન જાગરણ કાર્યક્રમને સફળતા તરફ લઈ જનાર તાલુકા -જિલ્લાના કાર્યકર્તા ભાઈઓ -બહેનોને અભિનંદન પાઠવવામાં આવ્યા. એમ પ્રચારમંત્રી અમિત ગીરી ગોસ્વામીની યાદીમાં જણાવાયું છે.

error: