Skip to main content

Satya Tv News

આ સમુહ લગ્ન મહોત્સવમાં 3 જોડા સમુહ લગ્નમાં જોડાઈ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા..

દોશી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા.૨૧/૪/૨૦૨૪ ના રોજ વડોદરા ખાતે આયોજિત “ચોથુ સમૂહ લગ્ન મહોત્સવ યોજવામાં આવ્યો હતો. આ સમુહ લગ્ન મહોત્સવમાં ત્રણ જેટલા વરદંપતિએ ભાગ લઈ પ્રભુત્વમાં પગલાં માંડ્યા હતા. લગ્ન મહોત્સવ સાથે ઘો.૧૦ અને ઘો.૧૨ ના ૨૦૨૩ મા પાસ થનાર તેજસ્વી તારલા ઓનુ પણ સન્માન કરવામાં આવ્યું,

અને ધો.૧૦ અને ૧૨ મા ૧ થી ૩ નંબર માં પાસ થનાર વિઘાથીઁ ઓને ઇનામ આપવા માં આવ્યા હતા. દોશી સમાજનાં તમામ અભ્યાસ કરતા વિઘાથીઁ માટે નોટબુક નુ વિતરણ કરવામા આવ્યું હતું. દોશી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચોથો સમુહ લગ્ન મહોત્સવ યોજવામાં આવ્યો હતો તે પ્રસંગે વડોદરાના ઘારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ,ભાગ્યાભાઇ ભગત, નિલેશભાઇ રાઠોડ (પુવઁ મેયર), ઘનશ્યામ ભાઇ પટેલ (કોપોઁરેટર), સ્નેહલબેન પટેલ (કોપોઁરેટર) વડોદરા,દોશી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમખ હેમંતભાઈ દોશી તેમજ દોશી સમાજનાં આગેવાનો અને સમાજબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુમાનદેવ મંદિર ના પીઠાઘીશ ૧૦૦૮ મંહત મનમોહન દાસ ની ઉપસ્થિત રહી ને તમામ લગ્ન મા જોડાયેલ યુગલો ને અને તેજસ્વી તારલા ઓને આશીર્વચન આપ્યા હતા.

વિડિઓ જર્નલિસ્ટ પ્રકાશ ચૌહાણ સત્યા ટીવી ઝઘડિયા

error: