Satya Tv News

ચીનના હુબેઈ પ્રાંતમાં રહેતી એક મહિલા સાથે એક વિચિત્ર ઘટના બની છે. તેણે તેના જીવનના 27 વર્ષ એક છોકરી બનીને વિતાવ્યા હતા અને જ્યારે તેના લગ્ન નક્કી થયા ત્યારે ખબર પડી કે તે ખરેખર છોકરી નથી. લગ્ન પહેલા કરવામાં આવેલા મેડિકલ ટેસ્ટમાં જાણવા મળ્યું કે તેના પેટમાં અંડકોષ છે અને તે જૈવિક રીતે સ્ત્રી નહિ પરંતુ પુરુષ છે. યુવતીમાં પુરુષોના સેક્સ ક્રોમોઝોમ છે, પંરતુ તેનો દેખાવ સ્ત્રીઓ જેવો છે. હા પણ એ વાત અલગ છે કે તેના શરીરમાં બ્રેસ્ટ પણ ડેવલપ નહોતા થયા અને પીરિયડ્સ સાઇકલ પણ ચાલુ ન હોતી થઈ.

યુવતીએ જયારે 18 વર્ષની ઉંમરે ડૉક્ટરની સલાહ લીધી હતી ત્યારે ડોકટરે તેને ઓવેરિયન ફેલિયર નામના ડિસઓર્ડર વિષે જણાવ્યું હતું.પરંતુ પરિવારે ત્યારે ડોક્ટરની સલાહને ગંભીરતાથી લીધી ન હતી. પરંતુ લગ્ન પહેલા કરવામાં આવેલા મેડિકલ ટેસ્ટે યુવતીની આખી જિંદગી બદલી નાખી છે. તેને ખુબ દુર્લભ કહી શકાય એવી કન્જેનિટલ એડ્રેનલ હાઈપરપ્લાસિયા નામની બીમારી છે. જે 50 હજારમાંથી એક વ્યક્તિને થાય છે. હાલ તો તેના અંડકોષને સર્જરી કરીને તેના પેટમાંથી દૂર કરવામાં આવ્યા છે પરંતુ તેને લાંબા સમય સુધી હોર્મોન થેરાપી લેવી પડશે.

error: