યુપીના સીતાપુરમાં કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. સીતાપુરમાં એક યુવકે તેના આખા પરિવારને ખતમ કરી નાંખ્યો છે. આ યુવકે માતાને ગોળી મારી હત્યા કરી. બાદમાં પત્નીને ગોળી માર્યા બાદ તેણે હથોડા વડે તેનું માથું છુંદી નાખ્યું હતું. યુવક આટેલે જ અટક્યો નહોતો. તેણે પોતાના માસુમ ત્રણ બાળકોને ધાબા પરથી નીચે પેંકી દીધા હતા. ક્ષણેય બાળકો નીચે પટકાતા મોતને ભેટ્યા હતા. પોતાના આખા પરિવારની હત્ત્યાયા કર્યા બાદ તે ઘરની બહાર આવીને પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. મામલો યુપીના સીતાપુરના રામપુર પોલીસ સ્ટેશનના પાલાપુર ગામનો છે.
હત્યાનું કારણ જણાવવા માટે પરિવારમાં કોઈ બચ્યું જ નથી. ગ્રામજનો સાથેની વાતચીત દરમિયાન બે કારણો સામે આવ્યા. પહેલા તેની પત્ની અને માતા તેને વ્યસન મુક્તિ કેન્દ્રમાં મોકલવા માંગતા હતા જેથી દારૂની લત છુટે. બીજું- નશાના કારણે તે ખેતીમાં ધ્યાન આપતો નહોતો અને આ બાબતે ઘરમાં ઝઘડો થતો હતો..