Satya Tv News

લોકસભા ચૂંટણીના ચોથા ચરણનું વોટિંગ આજે 13 મેએ 10 રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશોમાં થઈ રહ્યું છે. તેમાં ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણા પણ શામેલ છે. સાઉથના સુપરસ્ટાર જુનિયર એનટીઆર પણ વોટ નાખવા માટે લાઈનમાં ઉભેલા જોવા મળ્યા.

જુનિયર એનટીઆરને હૈદરાબાદના જુબલી હિલ્સમાં સ્થિત પોલિંગ બુથ પર સ્પોટ કરવામાં આવ્યા. જ્યાં તે સામાન્ય લોકોની સાથે લાઈનમાં ઉભા હતા. તેમની પાછળ અને આગળ પણ લોકો હતા અને ચારે બાજુ કેમેરા હતા. જે તેમને કેપ્ચર કરી રહ્યા હતા. તેના ઉપરાંત એક્ટરના બોડીગાર્ડ પણ જોવા મળી રહ્યા હતા. જે તેમની સુરક્ષામાં તૈનાત હતા. બ્લૂ રંગનો શર્ટ અને કાળા ચશ્મામાં એક્ટર પોતાના નંબરની રાહ જોઈ રહ્યા હતા. પુષ્પા ફેમ સાઉથના સુપર સ્ટાર, અલ્લૂ અર્જૂન અને ચિરંજીવીએ પણ પોતાનો વોટ આપ્યો. તેમણે પણ સામાન્ય નાગરીકની જેમ લાઈનમાં ઉભા રહીને જ વોટ આપ્યો હતો.

error: